પ્રિ મોનસૂન પ્લાન:ગુજરાતમાં 20 જૂનથી ચોમાસું, 96થી 104 ટકા વરસાદની આગાહી, કોરોના મહામારી વચ્ચે વરસાદની સ્થિતિને પહોંચી વળવા ચર્ચા

ગાંધીનગર4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • વર્તમાન કોરોના મહામારીને ધ્યાને રાખીને તકેદારીપૂર્વક સંપૂર્ણ તૈયારીઓ કરવા વહીવટી તંત્રને અનુરોધ કરાયો
  • રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજઃ મુખ્ય સચિવ

કરેળમાં 5 જૂનથી વિધિવત ચોમાસાની શરૂઆત થઇ જશે. કેરળમાં ચોમાસું શરૂ થયાને પદંરેક દિવસમાં ગુજરાતમાં પણ ચોસામાની શરૂઆત થઇ થશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હમાવાન નિયામક જયંત સરકારનું કહેવું છેકે, રાજ્યમાં 96થી 104 ટકા વરસાદ થશે. બીજી તરફ  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રિમોન્સૂન અંગેની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રિ મોન્સૂન એક્શન પ્લાન અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. 

બચાવ કામગીરી વખતે સામાજિક અંતર સહિતની બાબતોનું ધ્યાન રાખવું પડશે
ગાંધીનગર ખાતે સંપૂર્ણ સામાજિક અંતર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી પ્રિમોન્સૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ મુકીમે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. આ સ્થિતિમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે PPE કીટ, માસ્ક, સામાજિક અંતર જેવી તમામ બાબતોનું ખૂબ સાવચેતીપૂર્વક પાલન કરવું પડશે. બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ એ સંબંધિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમના એક્શન પ્લાન રજૂ કર્યા હતા જેમાં મુખ્ય સચિવએ જરૂરી સૂચનો કર્યા હતા. 

 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે, જેના સંભવિત 15 થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે, તેમ જણાવી સરકારે ગત આ વર્ષે ગુજરાતમાં થયેલા વરસાદની વિગતવાર આંકડાકીય વિગતો રજૂ કરી હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે સંભવીત વરસાદની પરિસ્થિતિમાં પુર અને વાવાઝોડામાં રાહતની કામગીરી દરમિયાન વિવિધ સુરક્ષાઓની તૈયારીઓ અને તેમને સાવચેતીના ભાગરૂપે રાખવાને થતી કાળજી અંગે તેમજ જરૂરી સૂચનો કર્યા હતા.