માવઠું:કાનાવડાળા, ભાવાભી ખીજડિયામાં 1-1 મજૂર પર વીજળી મોત બનીને ત્રાટકી, તુલસીશ્યામમાં ધોધમાર વરસાદ

ગીર-સોમનાથ4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો - Divya Bhaskar
1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
  • જામકંડોરણા અને કાલાવડ તાલુકામાં તોફાની વરસાદ

ગીર-સોમનાથ જિલ્લાના તુલસીશ્યામના જંગલમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તુલસીશ્યામના જંગલમાંથી નીકળતી ભીમચાસ નદીમાં ઉનાળામાં પૂર આવ્યા છે. માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ખેતરમાં ડુંગળીના ઢગલા પડ્યા છે, બાજરીના ઢગલા પડ્યા હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ગીરગઢડાના ધોકડવા નજીક આવેલ ગીરજંગલમાં તુલસીશ્યામ તિર્થ મંદિર તેમજ આજુબાજુના ગીરમાં બપોરના સમયે અચાનક આકાશમાં વાદળો ચઢી આવ્યાં હતાં. અને અચાનક  ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. અને રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

બે મજૂરો પર વીજળી પડતા મોત

જામકંડોરણાના કાનાવડાળા ગામે બપોર બાદ કમોસમી વરસાદી માહોલ રચાયો હતો અને એવામાં વાડી વિસ્તારમાં વડલા નીચે ઉભા રહી ફોનમાં વાત કરી રહેલા ખેતમજૂર પર વીજળી મોત બનીને ત્રાટકી હતી. ખેડૂતને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.ખેડૂત નાથૂભાની વાડીએ મજૂરી કામ કરતા પૂકારસિંગ મંગલસિંગ ઉ.વ. 30 મોબાઇલ પર કોઇનો ફોન આવતાં વડલા નીચે આવ્યો હતો અને વાત કરી રહ્યો હતો એ જ વખતે તેના પર વીજળી પડી હતી. બીજી ઘટનામાં કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામની સીમમાં વરસાદી ઝાપટા વચ્ચે ઝાડ નીચે બે શ્રમીકો ઉભા હતા જેના પગલે વિજળી ત્રાટકતા બંનેને જામ કંડોરણાની સરકારી હોસ્પીટલમાં લઇ જવાયા હતા જ્યાં મુળ અલીરાજપુરના ઉનકરભાઇ (ઉ.22)નું મોત થયું હતું.