• Gujarati News
  • Business
  • Finance Minister Nirmala Sitharaman To Hold Press Conference At 4 Pm, Likely To Announce On Poor And Farmers

સ્પેશિયલ પેકેજ બ્રેકઅપ પાર્ટ-2:નાણાં મંત્રીએ આજે ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, રિયલ એસ્ટેટ માટે 3.10 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું

નવી દિલ્હી4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • 50 લાખ સ્ટ્રીટ વેન્ડરો માટે 5 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ ક્રેડિટ સુવિધા, સ્ટ્રીટ વેન્ડરને 10 હજારનો ફાયદો થશે
  • પરપ્રાંતીય મજૂરોને અને શહેરી ગરીબોને સસ્તા ભાડામાં મકાન અપાવવાની યોજના, આ મકાનો બનાવવા પર છૂટછાટ મળશે
  • કિસાન ક્રેડિટ યોજનામાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન સામેલ થશે, 2 લાખ કરોડની લોન સસ્તા દરે મળશે

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપના બીજા તબક્કાની માહિતી આપી હતી. સીતારમણે આજે ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, રિયલ એસ્ટેટ માટે 3.10 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. પરપ્રાંતીય મજૂરોને સરળતાથી કોઈ પણ રાજ્યમાં રેશન મળી રહે તે માટે ‘વન નેશન-વન રેશન’કાર્ડની યોજનાની પણ આજે જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પ્રથમ તબક્કામાં નાના વ્યવસાયો, રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર અને અન્ય લોકો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી.

બ્રેકપાર્ટ-2

1) ખેડૂત

  • નાણાં મંત્રીએ કહ્યું કે 3 કરોડ ખેડૂતોએ સસ્તા વ્યાજ દરે લોન લીધી છે. તેમણે કુલ 4 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન લીધી છે. માર્ચ-એપ્રિલમાં 63 લાખ કૃષિ લોન આપવામાં આવી હતી. તે 86 હજાર 600 કરોડની હતી. તેનાથી ખેડૂતોને ફાયદો થયો. પાકની ખરીદી માટે રાજ્યોને અપાતી નાણાંકીય મદદ 6700 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે વધારી. ગ્રામીણ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે 4200 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
  • નાના ખેડૂતો માટેની ઈન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમને 31 મે સુધી વધારવામાં આવી છે.
  • નાના ખેડૂતો માટે 30,000 કરોડના વધારાના ફન્ડને નાબાર્ડ દ્વારા તાત્કાલિક રિલિઝ કરવામાં આવશે. જેથી રબી પાકની વાવણીનું કામ ઝડપી થઈ શકે. તેનાથી 3 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
  • 2.5 કરોડ ખેડૂતોની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ નથી. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે. તેમાં ફિશરીઝ અને પશુપાલનને પણ સામેલ કરવામાં આવશે. તેમને સસ્તા દરે 2 લાખ કરોડની લોન આપવામાં આવશે.

2) પ્રવાસી મજૂર

  • કોરોના દરમિયાન પ્રવાસી મજૂરો માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી. જે શહેરના લોકો બેઘર છે, તેમને સીધો ફાયદો મળ્યો.
  • જે પરપ્રાંતીય મજૂરો પોતાના રાજ્યોમાં પરત ફર્યા છે, તેમના માટે પણ યોજનાઓ છે. તેની પર અત્યાર સુધીમાં 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત 1.87 હજાર ગ્રામ પંચાયતોમાં કામ કરવામાં આવ્યું છે. જે મજૂરો તેમના ઘરે પરત ફર્યા છે, તેઓ ત્યાં રજિસ્ટર કરીને કામ લઈ શકે છે. મનરેગા અંતર્ગત મજૂરી 182 રૂપિયાથી વધારીને 200 રૂપિયા કરવામાં આવી છે.
  • મજૂરોને લાભ આપવા જઈ રહ્યાં છે. ન્યુનતમ વેતનનો લાભ 30 ટકા વર્કર ઉઠાવી શકે છે. સમયે તેમને પૈસા મળતા નથી. ગરીબમાં ગરીબ મજૂરને ન્યુનતમ વેતન મળે અને ક્ષેત્રીય અસમાનતા દૂર થાય તે માટે કાયદો બનાવવામાં આવશે.
  • 8 કરોડ પ્રવાસી મજૂરો માટે ફ્રી રાશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે 3500 કરોડ રૂપિયાની જોગવાઈ છે. પ્રતિ વ્યક્તિ 5-5 કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો ચણા પ્રતિ પરિવાર આપવામાં આવશે. તેનો અમલ કરાવવાની જવાબદારી રાજ્ય સરકારોની હશે.
  • પર પ્રાંતીય મજૂરો રાશન કાર્ડથી કોઈ પણ રાજ્યની કોઈ પણ દુકાનમાંથી ખાદ્ય સામગ્રી લઈ શકશે. વન નેશન-વન રાશન કાર્ડ ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે.

3) ગરીબ

  • પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબોને સસ્તા ભાડે મકાન અપાવવાની યોજના. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેને સામેલ કરવામાં આવશે.
  • ઉદ્યોગપતિઓ તેમની જમીન પર આવા ઘર બનાવે છે તો તેમને છુટછાટ આપવામાં આવશે. રાજ્ય સરકારોને પણ આમ કરવા માટે પ્રેરિત કરીશું.

4) સ્ટ્રીટ વેન્ડર

  • સ્ટ્રીટ વેન્ડરને 5000 કરોડ રૂપિયાની સ્પેશિયલ ક્રેડિટ સુવિધા મળશે. એક મહિનામાં સરકાર યોજના લાગુ કરશે. 50 લાખ સ્ટ્રીટ વેન્ડરને ફાયદો થશે.
  • આ યોજના અંતર્ગત સ્ટ્રીટ વેન્ડરોને 10,000 રૂપિયાનો ફાયદો થશે. ડિજિટલ પેમેન્ટ અપનાવવા પર તેમને ઈનામ આપવામાં આવશે.

5) નાના વ્યવસાયી

મુદ્રા શિશુ લોન અંતર્ગત 50 હજાર સુધીની લોન પર 2 ટકા ઈન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમનો લાભ 12 મહિના આપવામાં આવશે. 3 કરોડ લોકોને સબવેન્શન સ્કીમનો ફાયદો થશે.

6) સામાન્ય માણસ

મિડલ ઈન્કમ ગ્રુપ જેમની વાર્ષિક આવક 6 લાખથી 18 લાખ સુધી છે. તેમના માટે અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત ક્રેડિટ લિન્ક સબસિડી સ્કીમ માર્ચ 2021 સુધી વધારવામાં આવી રહી છે. તેનાથી 2.5 લાખ કરોડ લોકોને ફાયદો થશે.

7) રોજગાર નિર્માણ

આદિવાસી વિસ્તાર, ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગાર વધ્યા, તેના માટે 6000 કરોડના કેમ્પા ફન્ડનો ઉપયોગ કરવામાં આવશે.