Corona LIVE Update Gujarat:રાજ્યનો પ્રથમ કેસ, કોઇ લક્ષણ ન હોવા છતાં સુરતમાં વૃદ્ધ કોરોના પોઝિટિવ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓ પોઝિટિવ

ગાંધીનગર4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • ઇન્દોરથી દાહોદ આવેલી 9 વર્ષની બાળકી કોરોના પોઝિટિવ
  • નવા પોઝિટિવ કેસ નક્કી કરેલા હોટસ્પોટમાં નોંધાયા, 6 દર્દી પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત
  • કોરોનાના 189 દર્દીમાંથી 16ના મોત અને 25 ડિસ્ચાર્જ, બે વેન્ટીલેટર પર અને 145ની હાલત સ્થિર
  • 4224 ટેસ્ટમાંથી 3905 નેગેટિવ કરવામાં આવ્યા છે જેમાં 189 પોઝિટિવ કેસ સામે આવ્યા અને 131 રિપોર્ટ પેન્ડિગ
  • 189 પોઝિટિવ કેસમાંથી 33 વિદેશ, 33 આંતરરાજ્ય અને 123 લોકલ સંક્રમણ
  • હેલ્પલાઈન 104 પર 36 હજારથી વધુ કોલ મળ્યા અને 626ને સારવાર આપી છે

સુરતમાં સુલતાનીયા જિમખાના વિસ્તારમાં રહેતા 68 વર્ષીય પુરૂષનો મોડી રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે. 68 વર્ષીય વ્યક્તિને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતાં. પરંતુ કોરોના પોઝિટિવ એહસાન પઠાણનું મોત થતા કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ હોવાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે. 

બોડેલી અને દાહોદમાં એક-એક બાળકી પોઝિટિવ
જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં આજે બપોર બાદ વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં પાંચ અને ભાવનગરના હોટસ્પોટ સાંઢીયાવાડમાં બે અને અમદાવાદમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ આજે કુલ 13 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 189 કેસ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 16ના મોત થઈ ગયા છે. જ્યારે નવા પાંચ કેસ સાથે વડોદારમાં કુલ 18 અને ભાવનગરમાં બે નવા કેસ સાથે કુલ 18 પોઝિટિવ કેસ થયા છે. તેમજ અમદાવાદમાં અત્યાર સુધીના 83 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. દરમિયાન ઇન્દોરથી પરિવાર સાથે દાહોદ આવેલી 9 વર્ષની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. એક સંબંધીનું અવસાન થતાં આ બાળકી પરિવાજનો સાથે અંતિમવિધિમાં આવી હતી. બાળકીના પરિવારજનોને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે.

પાંચ નાગરિકો લોકલ પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગેની વિગતો આપતા કહ્યું કે, આજના 7 પોઝિટિવ કેસમાંથી તમામ કેસ નક્કી કરાયેલા હોટસ્પોટમાં જ નોંધાયા છે. તેમાં પણ પાંચ નાગરિકો લોકલ પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે.
કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા

નિઝામુદ્દીનની તબલીઘ જમાતની મરકઝમાં ગયેલા 127 લોકોની ઓળખ થઇ ગઇ છે. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ. અમદાવાદમાં પણ બીજા મરકઝમાં આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં પોલીસ લોકડાઉનના પાલન માટે કટિબદ્ધ છે. લોકડાઉનમાં કેટલાક લોકોનો સહકાર મળી રહ્યો છે, પરંતુ હજી ઘણા લોકો છે જે નિયમ પાળતા નથી. અમદાવાદમાં કેટલાક વિસ્તારો સીલ કરાયા છે. કેટલાક વિસ્તારોમાં ફરજીયાત થર્મલ સ્ક્રિનિંગ કરાયું છે, કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોસાયટીના હોદ્દેદારો પણ તંત્રને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. દુકાનો પણ આવતા લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
APL-1 કાર્ડ ધારકોને પણ મફતમાં અનાજ અપાશે
રાજ્ય સરકારે ગુજરાતના 66 લાખ ગરીબ પરિવારોને મફતમાં અનાજ વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે APL-1 કાર્ડ ધારકોને પણ મફતમાં એપ્રિલ મહિના માટેનું અનાજ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. તેમણે જણાવ્યું છેકે, APL-1 કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ આપવામાં આવશે. આ વિતરણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

ગુજરાત અપડેટ
>>
 અમદાવાદને પોલીસે 27 જગ્યાએથી કોર્ડન કરી લોક કર્યું, 13 જગ્યા પર કોરોનાની ચેક પ
ોસ્ટ ઉભી કરાઈ
>> મંત્રી વાસણ આહિરની હાજરીમાં જાહેરનામાનો ભંગ, કલેકટર કચેરીમાં રાહતફંડમા ચેક આપવા માટે 19 લોકો ભેગા થયા 
>> રેલવે
ટિવ આવ્યા

>> આજથી નેહરુબ્રિજ પર વાહનની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો

ગુજરાતમાં કુલ 188 પોઝિટિવ કેસ, 16ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 83 05 07
સુરત 24 04 05
વડોદરા 18 02 06
ભાવનગર 18 02 01
ગાંધીનગર 13 00 02
રાજકોટ 11 00 04
પાટણ 05 01 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
છોટાઉદેપુર 02 00 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
આણંદ 01 00 00
કુલ આંકડો 189 16 25

રાજ્યમાં રેપિડ ટેસ્ટ શરૂ કરાયા
ગુજરાત સરકારે પ્રથમ તબક્કામાં આવી 40 હજાર કિટ્સ કેન્દ્ર સરકાર પાસેથી મંગાવી છે. આવાં રેપિડ ટેસ્ટમાં લોહીના પરીક્ષણથી વ્યક્તિના શરીરમાં ઉત્પન્ન થયેલાં એન્ટિબોડી એટલે કે બહારથી આવેલાં સજીવ તત્ત્વોની હાજરીથી કોરોનાનો ચેપ છે કે નહીં તે જણાય છે. હાલ જ્યાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવાં હોટસ્પોટ વિસ્તારોમાં આ ટેસ્ટ દ્વારા પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલાં લોકોનું મોટાપાયે પરીક્ષણ ચાલી રહ્યું છે.