• Gujarati News
  • Utility
  • Post Office Is Getting Higher Returns On Fixed Deposits Than Banks, Find Out Which Bank Pays How Much Interest

ફિક્સ્ડ ડિપોઝિટ:પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર બેંકો કરતાં વધારે રિટર્ન મળે છે, જાણો કઈ બેંક કેટલું વ્યાજ આપે છે

5 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • SBI એફડી પર પર વાર્ષિક 5.4% વ્યાજ ચૂકવે છે
  • પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં 6.7% સુધી વ્યાજ મળે છે

તાજેતરમાં SBI અને પંજાબ નેશનલ બેંક ઉપરાંત ઘણી અન્ય બેંકોએ પણ ફિક્સ્ડ ડિપોઝિટિ પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં જો તમે તમારા પૈસા પર વધુ વ્યાજ મેળવવા માગતા હોય તો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.  દેશની કેટલીક મુખ્ય બેંક અને ટાઈમ ડિપોઝિટ પર મળતા વ્યાજ દર વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારા હિસાબથી પોતાના પૈસા યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકો. 

ટાઈમ ડિપોઝિટિ સ્કીમ આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે જેમાં એક તમે નિશ્ચિત સમય માટે પૈસાનું રોકાણ કરીને તમે નિશ્ચિત રિટર્ન અને વ્યાજની ચૂકવણીનો લાભ લઈ શકો છો. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષના સમયગાળા માટે 5.5થી 6.7 ટકા સુધી વ્યાજ આપે છે. 5 વર્ષ માટે રોકાણ કરવા પર આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવી શકાય છે. તેમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે. તેમજ રોકાણની કોઈ મર્યાદા નથી. 

ICICI બેંક

  • 1 વર્ષની એફડી પર 5.55 ટકા
  • 1 વર્ષથી 2 વર્ષની એફડી પર 5.75 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષની એફડી પર 5.75 ટકા
  • 5 વર્ષની એફડી પર 5.75 ટકા

HDFC બેંક

  • 1 વર્ષની એફડી પર 5.60 ટકા
  • 1 વર્ષથી 2 વર્ષની એફડી પર 5.60 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષની એફડી પર 5.75 ટકા
  • 5 વર્ષની એફડી પર 5.75 ટકા

બેંક ઓફ બરોડા(BoB)

  • 1 વર્ષની એફડી પર 5.55 ટકા
  • 400 દિવસથી 2 વર્ષની એફડી પર 5.55 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષ સુધીની એફડી પર 5.55 ટકા
  • 5 વર્ષની એફડી પર 5.70 ટકા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

  • 1 વર્ષથી 2 વર્ષથી ઓછા સમય પર 5.10 ટકા
  • 2 વર્ષથી 3 વર્ષથી ઓછા સમય પર 5.10 ટકા
  • 3 વર્ષથી 5 વર્ષથી ઓછા સમય પર 5.30 ટકા
  • 5 વર્ષની એફડી પર 4.20 ટકા
  • 5 વર્ષથી 10 વર્ષ સુધી 5.40 ટકા
.

    Local News

    Today Weather Update

    Our Group Site Links