એલર્ટ:વાવાઝોડા નિસર્ગ-હિકાને પગલે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના તમામ બંદરે 1 નંબરનું સિગ્નલ, માછીમારોને પરત બોલાવાયા

અમદાવાદ4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • હવામાન ખાતા અનુસાર હજી પણ ડિપ્રેશન ઓમાન-યમન તરફ, ગુજરાતમાં વરસાદ પડી શકે
  • Windy.com વેબસાઈટ પર વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધે તેવો સંભવિત ચાર્ટ દર્શાવાયો

વાવાઝોડા નિસર્ગ અને હિકાને પગલે ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારા ને એલર્ટ રાખવામાં આવ્યા છે. જો કે,બંન્ને વાવાઝોડા આવે તેવી ઓછી શકયતા છે,આમછતા વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. ઉપરાંત તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા,ઓખા,મોરબી અને કચ્છના વિસ્તાર અસર વર્તાય તેવી હાલમાં શકયતા છે.

110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર રાઉન્ડ ધ કલોક સાવચેતી રાખવામાં આવી રહીં છે. હવામાન પર નજર રાખીને નિસર્ગ અને હિકા વાવાઝોડાની ગતિ પર ચાંપતી નજર રાખ‌વામાં આવી રહીં છે.અત્યારે સાવચેતીના ભાગરૂપે દરિયો ખેડતા માછીમારોને પરત  બોલાવી લેવામાં આવ્યા છે અને હવે દરિયા ખેડવા પર મનાઇ કરવામાં આવી છે. નિસર્ગ અને હીકા વાવાઝોડામાં 110થી 120 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

1 જૂન પછી સ્થિતિ વધારે સ્પષ્ટ થશે
સૌરાષ્ટ્રના કિનારાના સ્થળો દ્વારકા, ઓખા, મોરબી, કચ્છના વિસ્તારો પ્રભાવિત થાય તેવી શકયતા છે. આમ છતાં હજુ અત્યારે કહેવું વહેલું છે તેવું ડીઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા સુત્રોનું કહેવું છે. તેમના કહ્યા પ્રમાણે હજુ ચિત્ર તા. 1 જુન આસપાસ થોડું વધારે સ્પષ્ટ થશે. એક ગણતરી પ્રમાણે વાવાઝોડું ફંટાય જશે અને વરસાદ જ આવશે તેવી ગણતરી પર સરકારી તંત્રની છે. ભારે વરસાદની ગણતરી રાખીને અત્યારે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના લીધે વાવાઝોડાએ રૂટ બદલ્યાની શંકા
હવામાન ખાતાની અપડેટ અનુસાર અત્યારે અરબી સમુદ્રનું ડિપ્રેશન ઓમાન-યમન પાસે કેન્દ્રિત છે. Windy.com વેબસાઈટ અનુસાર અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ ડિપ્રેશન વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અલબત્ત આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

પોરબંદર દરિયામાં કરંટ, 1 નંબરનું સિગ્નલ
હાલ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. આ અસરને જોતા પોરબંદર દરિયામાં બંદરે એક નંબરનું સિગ્નલ લગાડાયું છે.અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે.

.